રાજુલા શહેરની પીએમશ્રી વડનગર-૨ પ્રાથમિક શાળામાં તા. ૨૬ને ગુરુવારના રોજ રંગોત્સવ કાર્યક્રમનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રંગોત્સવ દરમિયાન વિવિધ થીમ આધારિત અંદાજે ૨૫ જેટલી સુંદર અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લઈ પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ બાળકોને પ્રોત્સાહન આપી કાર્યક્રમની શોભા વધારી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સોયબભાઈ સુમરાએ બાળકોને આશીર્વચન પાઠવી તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડો. ગીતાબેન બગડા તથા સમગ્ર શિક્ષકમંડળના પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.