વડીયા ખાતે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હઝરત ગેબનશાહ પીરના ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાઈ છે. આ અવસરે તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ની રાત્રે સંદલ શરીફનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં સાવરકુંડલાથી પીર સૈયદ વસીમબાપુ કાદરીએ ખાસ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. અમરેલીના જાણીતા કલાકાર વાહિદ મીર એન્ડ બ્રધર્સ દ્વારા મિલાદ શરીફની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વડીયાની તમામ શાળાઓના બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરાયું હતું. વર્ષોની પરંપરા મુજબ વિરજીભાઈ ભાડ, હનીફભાઈ મોગલ અને અકીલભાઈ પઠાણ સહિતના હિન્દુ-મુસ્લિમ યુવાનોએ સાથે મળીને જહેમત ઉઠાવી છે.







































