ભારતીય જનતા પાર્ટી અમરેલી જીલ્લાના પ્રમુખ અતુલભાઈ ભીખુભાઈ કાનાણીના ૪૮માં જન્મ દિવસે જીલ્લા
ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી કાળથી પક્ષ માટે સમર્પિત ભાવે સક્રિય રહીને યુવા મોરચો અને મંડળ પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકેલા અતુલભાઈના જન્મદિને સોશિયલ મીડિયામાં પણ શુભેચ્છાઓનો ધોધ વહ્યો હતો. જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલીના મુખ્ય મથક ખાતે શ્રમિક વસાહતના બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે ચોપડાનું વિતરણ અને ઝુપડપટ્ટીના બાળકોને દાબેલી-ચોકલેટ ખવડાવીને ખુશી વહેંચવામાં આવી હતી.






































