ઉના તાલુકાના ગાંગડા ગામમાં ગૌચરની જમીન પર થયેલા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે તંત્રએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ઇન્ચાર્જ ટીડીઓ અને પોલીસ કાફલાએ ૧૩ જેસીબીની મદદથી ઓપરેશન શરૂ કર્યું હતું. આ જમીન પર છેલ્લા ૩૦ વર્ષથી આંબા અને નારિયેળીના બગીચા બનાવીને ગેરકાયદે પેશકદમી કરવામાં આવી હતી. આશરે ૫૦થી વધુ પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બે દિવસીય ઝુંબેશ હાથ ધરીને ૩૦૦ વિઘાથી વધુ જમીન ખાલી કરાવવાનું લક્ષ્ય રખાયું છે. જોકે, માનવીય અભિગમ દાખવીને રહેણાંક મકાનોને આ કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે