અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં શિવાજી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આગામી ૧ માર્ચ, ૨૦૨૬ ને રવિવારના રોજ એક ભવ્ય‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે RSS અમરેલી નગરના સંચાલક હિતેશભાઈ રેણુકા પ્રબોધન આપશે. આ પ્રસંગે પૂ. શિવમદાસબાપુ (રીકડીયા), સુકસ્વરૂપ સ્વામી અને કિશનદાસ બાપુના આર્શીવચન પ્રાપ્ત થશે. આ સંમેલનનો સમય સાંજે ૫ઃ૦૦ થી ૭ઃ૦૦ કલાકે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરનું મેદાન, ધર્મજીવન હોસ્પિટલ પાછળ, જેસીંગપરા, અમરેલી ખાતે યોજાશે. આયોજક મુકેશભાઈ કુંજડીયા અને નિલેશભાઈ ધાનાણીએ તમામ હિન્દુ સમાજને સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.








































