સાવરકુંડલાના ગોરડકા ગામે કૌટુંબિક કારણોસર ચાલતા વાંધામાં યુવકને માથામાં કુહાડી મારીને ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મેહુલભાઇ દડુભાઇ પરમાર (ઉ.વ.૨૦) એ )સુભાષભાઇ બાઘાભાઇ પરમાર, ભરતભાઇ બાઘાભાઇ પરમાર, કીશોરભાઇ બાઘાભાઇ પરમાર તથા અજીતભાઇ કીશોરભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના કૌટુંબિક માસા રાઠોડભાઇ ભીખાભાઇ પરમારને સુભાષભાઈ પરમાર સાથે કોઇ કૌટુંબિક કારણસર વાંધો ચાલતો હતો. જે વાતનુ મનદુખ રાખી આરોપીઓ સાહેદોને માર મારવા દોડતા તેઓ પોતાની હવાલાવાળી મોટર સાયકલ મુકી જતા રહ્યા હતા. જેમાં નુકશાન કર્યું હતું. તેમજ તેઓ સાહેદોના સગા થતા હોય જેનું આરોપીઓએ મનદુઃખ રાખી માથાના ભાગે કુહાડી મારી ઇજા કરી હતી. તેમજ પ્લાસ્ટીકના પાઇપ વડે આડેધડ શરીરે માર મારી મૂઢ ઇજા કરી જેમફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ પી એ ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.








































