લાઠી પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ભાવનાને સાર્થક કરતા એક અરજદારનો ગુમ થયેલો કિંમતી મોબાઈલ શોધી કાઢી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાઠીના ટોડા ગામના રહેવાસી પંકજભાઈ ઝાપડિયાનો અંદાજિત રૂ.૧૩,૪૧૦ની કિંમતનો ઓપો A-59 મોડેલનો ફોન ગુમ થયો હતો. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને IME નંબરના આધારે મોબાઈલનું લોકેશન ટ્રેસ કરીને તેને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આ મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવતા અરજદારે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.







































