અમરેલીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતા ARYA પ્રોજેક્ટ અંતર્ગત જુનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે એક્ષ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ૨૦૧૫-૧૬માં શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ યુવાનોને કૃષિ-આધારિત વ્યવસાયો તરફ આકર્ષિત કરીને, તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) દ્વારા તાલીમ અને ટેકનિકલ સપોર્ટ આપીને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે. આ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાં ડો. મિનાક્ષી કે બારીયાનાં માર્ગદર્શનમાં તા. ૨૬નાં રોજ ARYA પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો. નેહા તિવારી દ્વારા જુનાગઢની કૃષિ યુનિવર્સીટીમાં એક્ષ્પોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતુ.