ધારીના દહીડા ગામે સરપંચની ચૂંટણીના મનદુખમાં યુવર પર હુમલો કરાયો હતો. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. જયરાજભાઇ ગોરખભાઇ વાળા (ઉવ.૩૫) એ અશોકભાઇ હરસુખભાઇ વાળા તથા ભરતભાઇ ગોલણભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને અશોકભાઈ વાળા સાથે અગાઉની સંરપચની ચૂંટણી બાબતથી વાંધો તકરાર હતા. જે જૂની અદાવત રાખી તેમના ભાઇ લગધિરભાઇને ગળાના ભાગે પગના ભાગે કમરનાં ભાગે લાકડી વડે માર માર્યો હતો. ઉપરાંત માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અશોકભાઇ હરસુરભાઇ વાળા (ઉ.વ.૩૫)એ લગધિરભાઇ ગોરખભાઇ વાળા તથા જયરાજભાઇ ગોરખભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેનો દિકરો યશરાજ નાનો હોય જેથી લગધિરભાઈ વાળાએ લપાટ મારી હતી. તેથી તેના માતા મનુબેન ઠપકો આપવા સમજાવવા જતા આરોપીનઓનો સારું નહોતું લાગ્યું. આરોપીઓએ તમારા હોય તેટલાને લેતા આવો હું મારવાનો છું તેમ કહી તેમને લોખંડની પાઇપ વડે ખંભા ઉપર ઘા માર્યો હતો. તેમજ તેના માતાને પગમાં પાઇપનો ઘા માર્યો હતો. તેમને માર મારી જેમ ફાવે તેમ ફરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































