સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ બે રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશની જાહેરાત કરી. તેમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારોને પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ કરવા, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને બરતરફ કરવાની માંગ કરવા અને રાજ્યની નાણાકીય સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા માટે ય્જી્ કાયદામાં સુધારો કરવા માટે દબાણ કરવાનો છે.
એસકેએમએ કહ્યું કે તેની રાજ્ય અને રાષ્ટ્રીય સમિતિઓના સભ્યો ધરાવતા પ્રતિનિધિમંડળો તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં, તેઓ ખેડૂત સંગઠન દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ઠરાવો પસાર કરવા માટે ખાસ વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરશે.
એક મેમોરેન્ડમમાં,એસકેએમ એ રાજ્ય સરકારોને વિનંતી કરી કે તેઓ કેન્દ્ર સરકારને યુએસ સાથેના વેપાર કરાર પર હસ્તાક્ષર ન કરવા વિનંતી કરે, જેને તેણે “રાષ્ટ્ર વિરોધી” ગણાવ્યું હતું. તેણે “ખેડૂતોના હિત સાથે દગો” કરવા બદલ પીયૂષ ગોયલને બરતરફ કરવા અને રાજ્યોને ઘઉં અને ડાંગર પર બોનસ ચૂકવણી બંધ કરવા માટે કહેતા કેન્દ્રીય નાણાં મંત્રાલયના પત્રને પાછો ખેંચવાની માંગ કરી.
ભારત અને અમેરિકા આ મહિનાની શરૂઆતમાં એક વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે એક માળખા પર સંમત થયા હતા, જેના હેઠળ વોશિંગ્ટન ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરશે. દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર અને અમલ કરવા માટે આ માળખાને કાનૂની દસ્તાવેજમાં રૂપાંતરિત કરવાની જરૂર પડશે.
એસકેએમએ ચારેય શ્રમ કાયદાઓ અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાને રદ કરવાની અને હવે રદ કરાયેલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાને પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી.
બંધારણ હેઠળ કૃષિને રાજ્યનો વિષય જાહેર કરતા,એસકેએમએ કહ્યું કે રાજ્યોએ તમામ પાક માટે ૨% + ૫૦% પર લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતા કાયદા ઘડવા જાઈએ અને ખાતરીપૂર્વક ખરીદી સુનિશ્ચિત કરવી જાઈએ. વધુમાં, ગ્રામીણ દેવા અને ખેડૂત આત્મહત્યાને સંબોધવા માટે વ્યાપક લોન માફી પૂરી પાડવી જાઈએ.







































