આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ટીમ ઇન્ડિયા પાસેથી બધાને જે બેટિંગ પ્રદર્શનની અપેક્ષા હતી તે ઝિમ્બાબ્વે સામેની સુપર ૮ મેચમાં સ્પષ્ટ જાવા મળ્યું. ટોસ હાર્યા બાદ, ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૫૬ રન બનાવ્યા. આ ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી ઓપનિંગ બેટ્‌સમેન અભિષેક શર્માએ ૫૫ રન બનાવ્યા, જ્યારે હાર્દિક પંડ્યાએ પણ અણનમ ૫૦ રન બનાવ્યા. આ સાથે, ટીમ ઇન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર પણ નોંધાવ્યો, જે ૧૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.
ઝિમ્બાબ્વે સામેની સુપર ૮ મેચમાં, ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફારો કર્યા, જેમાં સંજુ સેમસન સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે અભિષેક શર્માની વાપસીનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ અભિગમ અપનાવ્યો, અને પરિણામે, ૨૦ ઓવરમાં ૨૫૬ રનનો સ્કોર હાંસલ કરવામાં સફળ રહી. આ મેચ પહેલા, ટીમ ઇન્ડિયાનો ટી ૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર ૨૧૮ રન હતો, જે તેણે ૨૦૦૭ માં ડરબન ગ્રાઉન્ડ પર રમાયેલી ટી ૨૦ વર્લ્ડ કપ મેચમાં ઇંગ્લેન્ડ સામે હાંસલ કર્યો હતો. હવે, ભારતીય ટીમે આ ૧૯ વર્ષ જૂના રેકોર્ડને વટાવી દીધો છે અને ટી ૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઇન્ડિયા ની ઇનિંગમાં કુલ ૧૭ છગ્ગા હતા, જે કોઈપણ ્‌૨૦ વર્લ્ડ કપ ઇનિંગમાં સૌથી વધુ સ્કોર છે. અગાઉનો સૌથી વધુ સ્કોર ૨૦૨૪ માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ૧૫ છગ્ગાનો હતો.
ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે ૨૦ ઓવરમાં ૨૫૬ રન બનાવીને પોતાનો દાવ પૂરો કર્યો, તે ટી ૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ સ્કોર બન્યો. શ્રીલંકાની ટીમ આ યાદીમાં ટોચ પર છે, જેણે ૨૦૦૭ ટી ૨૦ વર્લ્ડ કપમાં કેન્યા સામે ૨૦ ઓવરમાં ૨૬૦ રન બનાવ્યા હતા.
૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા સૌથી વધુ સ્કોર
શ્રીલંકા – કેન્યા વિરુદ્ધ ૨૬૦ રન (૨૦૦૭)
ભારત – ૨૫૬ રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે (૨૦૨૬)
વેસ્ટ ઇન્ડીઝ – ૨૫૪ રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે (૨૦૨૬)
આયર્લેન્ડ – ૨૩૫ રન વિરુદ્ધ ઓમાન (૨૦૨૬)
ઇંગ્લેન્ડ – ૨૩૦ રન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (૨૦૧૬)