ટીમ ઇન્ડીયાના  સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રિંકુ સિંહના પિતા, ખાચંદ્ર સિંહ, સ્ટેજ ૪ લીવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાની બગડતી તબિયતની જાણ થતાં, રિંકુ સિંહને અચાનક ટીમ ઇન્ડિયા  છોડીને ઘરે પાછા ફરવું પડ્યું.
રિંકુ સિંહના પિતા, ખાચંદ્ર સિંહ, છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં  મિકેનિકલ વેન્તીલેતર  સપોર્ટ પર હતા અને સતત રેનલ રિપ્લેસમેન્ટ થેરાપી લઈ રહ્યા હતા. ખાચંદ્ર સિંહને સ્ટેજ ૪ લીવર કેન્સર સાથે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી, જેને તાત્કાલિક સારવારની જરૂર હતી. યથાર્થ હોસ્પિટલ ના ડોકટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી હતી. રિંકુ સિંહ તાજેતરમાં તેમના પિતાને મળવા નોઈડા ગયા હતા.
મંગળવાર, ૨૪ ફેબ્રુઆરીના રોજ, ટીમ ઇન્ડિયા નું પ્રેક્ટીસ  સત્ર ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાયું હતું, પરંતુ રિંકુ સિંહ તેને છોડીને તેના પિતાને મળવા નોઈડા ગયા હતા. અન્ય ખેલાડીઓ પ્રેક્ટીસ કરતા જાવા મળ્યા. થોડા સમય પછી, સમાચાર આવ્યા કે તેમના પિતા ગંભીર રીતે બીમાર છે અને તેમના જીવન માટે લડી રહ્યા છે. ૨૮ વર્ષીય રિંકુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે.
રિંકુ સિંહને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના તમામ ગ્રુપ સ્ટેજ મેચોમાં રમવાની તક મળી હતી. તે સુપર ૮ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચનો પણ ભાગ હતો. જાકે, આ વર્લ્ડ કપમાં તેનું બેટ સારું પ્રદર્શન કરી રહ્યું ન હતું. તે ખરાબ ફોર્મમાં હતો. તે ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા ટીમ ઇન્ડીયામાં  જાડાયો હતો, પરંતુ તેને તે મેચમાં રમવાની તક મળી ન હતી.