ઉપલેટાની ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરવા બદલ કુટુંબી મામાના દીકરાને ધોરાજીની સેશન્સ કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. સગીરાના પિતાની ફરિયાદ મુજબ, તેમના કુટુંબી મામાનો દીકરો કનેશસિંગ કટારા તેમની દીકરી શાળાએ જતી હતી ત્યારે તેને મોટરસાયકલમાં ભગાડી ગયેલો છે. આ બાબતે ઉપલેટાના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલએ ગુન્હો નોંધી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ભોગ બનનાર અને આરોપીની શોધખોળ કરતા તેઓ તા. ૨૭-૭-૨૦૨૫ના કોઈ એક વાડીમાંથી મળી આવેલ અને સગીરાને તાત્કાલિક ઉપલેટાના મેજિસ્ટ્રેટ રૂબરૂ લઈ ગયેલા. જ્યાં સગીરાએ પોતાની સાથેની આપવીતી જણાવેલ, તેને મારી નાખવાની ધમકી આપી ૧૫ દિવસ કોઈ વાડીએ રાખી હતી અને ત્યાંથીભાગી જવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ તેમાં સફળ થયા ન હતા. આ સમયગાળા દરમિયાન તેણે સગીરા સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ભોગ બનનારને ડોક્ટર પાસે શારીરિક તપાસણી કરાવી ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફરમાવેલું હતું.











































