અમરેલીના ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની પરીક્ષા આપી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને સાંસદ ભરતભાઈ સુતરિયા અને ડ્ઢરૂજીઁ ચિરાગભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, સંદીપભાઈ માંગરોળીયા, દિલીપભાઈ સાવલિયા વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈ સાથે અતુલભાઈ કાનાણીએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્છા સાથે કુમકુમ તિલક કરી દહીં અને ગોળધાણા વડે મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. આ પરંપરાગત વિધિ માત્ર શુભકામનાઓનું પ્રતીક નહીં પરંતુ વિશ્વાસ, સંસ્કાર અને સકારાત્મક ઊર્જાનું સંદેશ આપતી હતી. દરેક વિદ્યાર્થીના ચહેરા પર આત્મવિશ્વાસ અને આશાની ઝળહળતો સ્પષ્ટ જોવા મળી. વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી એકાગ્રતા સાથે પરીક્ષા આપે તેવી સલાહ આપવામાં આવી. “આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે” એવો પ્રેરણાદાયી સંદેશ આપતાં મંત્રી ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને હિંમત, શિસ્ત અને સંકલ્પ સાથે પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.