અમરેલી જિલ્લાના રાજૂલા અને જાફરાબાદ પંથકમાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વીજ કંપનીની ૧૭પ ટીમ દ્વારા રાજુલા-જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સપાટો બોલાવી કુલ ૧૨૯૩ જેટલા વીજ કનેક્શન કાપી નાખ્યા છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કડક વલણ અપનાવતા તંત્રએ આ આકરી કાર્યવાહી કરી છે. આ ઓપરેશન દરમિયાન લાખો રૂપિયાની રકમનું લેણું વસૂલવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. વીજ કંપનીની આ મોટી કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે અને વીજતંત્ર હજુ પણ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખશે. ધારી કાર્યક્ષેત્રમાં જુદી-જુદી ૧૦ ટીમોનું આયોજન કરી રૂ.પ.૯૪ લાખની રકમ વસુલાઈ હતી. જ્યારે ૪૯ વીજ જાડાણ કાપવામાં આવ્યા હતા.









































