કુંકાવાવ તાલુકા પેન્શનર્સ મંડળ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને પેન્શનરોને G-કાર્ડ કઢાવવામાં પડતી ભારે હાલાકી અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરકારની નવી યોજના મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે નવું ય્-કાર્ડ કઢાવવું જરૂરી છે, પરંતુ સોફ્‌ટવેરની ખામી અને યોગ્ય વ્યવસ્થાના અભાવે કુંકાવાવ તાલુકાના પેન્શનરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, પેન્શનરોએ ટ્રેઝરીમાંથી પ્રમાણપત્ર મેળવી આરોગ્ય કેન્દ્ર મારફત ય્-કાર્ડ કઢાવવા માટે છેલ્લા ૪ માસથી વધુ સમયથી કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ અનેકવાર ધક્કા ખાધા પછી અને પૂરતા સાધનિક કાગળો રજૂ કરવા છતાં આજદિન સુધી કાર્ડ નીકળી શક્યા નથી. આ બાબતે ઝ્રૐઝ્ર અધિક્ષકને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ઓપરેટર અને સ્થાનિક બ્લોક ઓફિસર પણ સોફ્‌ટવેરની ખામી હોવાનું જણાવી રહ્યા છે.રજૂઆતમાં મુખ્ય સમસ્યા વર્ણવતા જણાવાયું છે કે અગાઉના ૫ લાખ વાળા આયુષ્યમાન કાર્ડની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રદ થયેલ નથી. જ્યાં સુધી અગાઉના આયુષ્યમાન કાર્ડ રદ ન થાય, ત્યાં સુધી નવું ય્-કાર્ડ નીકળતું નથી. જુના કાર્ડ રદ કરવા માટે લેખિત અરજી આપવા છતાં તેનો નિકાલ થતો નથી કે સોફ્‌ટવેરમાં રદ કરવાનો કોઈ વિકલ્પ પણ નથી.વધુમાં, જેમના જુના આયુષ્યમાન કાર્ડ નથી તેમના ય્-કાર્ડ નીકળે છે, તેમાં પણ ટ્રેઝરીએ આપેલા પ્રમાણપત્ર મુજબ કુટુંબના બીજા સભ્યોના નામ અધૂરા નીકળે છે. આનાથી ભવિષ્યમાં સારવાર લેતી વખતે પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે.