અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને ધારીના ખોડિયાર ડેમમાં પ્રવાસીઓ માટે બોટિંગની સુવિધા કરવા માગણી કરી છે. આ અંગે પત્રમાં જણાવ્યું હતું કે, ધારી વિસ્તારમાં પ્રવાસનને વેગ આપવા માટે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગળધરા ખોડિયાર મંદિર નજીકના ખોડિયાર ડેમમાં પ્રવાસીઓના મનોરંજન માટે ડેમના છીછરા પાણીમાં બોટિંગની સુવિધા શરૂ કરવી જોઇએ. ધારી વિસ્તારમાં આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડીયાર માતા મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજના જન્મ સ્થાનમાં શિખરબંધ મંદિર આવેલ છે.