મહાશિવરાત્રિના મેળા દરમિયાન પ્રતિબંધિત અને અત્યંત પવિત્ર ગણાતા મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે છળકપટથી શાહી સ્નાન કરવાના ગંભીર આરોપ હેઠળ સોશિયલ મીડિયા ઇન્ફ્‌લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આજે જ્યારે પોલીસ દ્વારા તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી, ત્યારે વાતાવરણ ભારે ગરમાયું હતું. પોલીસ વાનમાંથી ઉતરતા જ કીર્તિ પટેલ રડવા લાગી હતી અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, તેના પર લાગેલા તમામ આરોપો નિરાધાર છે. તેણે ન્યાયની અપીલ કરતા કહ્યું, “મીડિયા સત્ય જાણે અને મને ન્યાય મળે.” જોકે, મહિલા પી.આઈ. ગગનિયા અને અન્ય સ્ટાફ તેને તુરંત કોર્ટની અંદર લઈ ગયા હતા