લખનૌના અકબર નગર વિસ્તારમાં તોડી પાડવામાં આવેલા ૯૧ પીડિતો દ્વારા એસઆઇઆર પ્રક્રિયામાં સમાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે કલમ ૩૨ હેઠળ અરજી પર સુનાવણી કરી શકતી નથી. કોર્ટે જિલ્લા ચૂંટણી અધિકારીઓને આવી અરજીઓની તપાસ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જા અરજદારો તેના નિર્ણયથી સંતુષ્ટ ન હોય, તો તેઓ હાઇકોર્ટનો સંપર્ક કરી શકે છે. અરજદારોએ દાવો કર્યો હતો કે તેમની પાસે માન્ય સરનામાંનો અભાવ હોવાના કારણે તેમને ચાલુ એસઆઇઆર પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને ફોર્મ સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવવાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ૯૧ અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી, જેમણે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશની જીંઇ પ્રક્રિયામાં લખનૌના અકબર નગરમાં તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા બાદ તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે દલીલ કરી હતી કે અરજદારોના નામ ૨૦૨૫ માં હાથ ધરવામાં આવેલા ખાસ જીંઇ માં પણ સામેલ કરવામાં આવ્યા હતા.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે, “અમે તથ્યપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. હાઈકોર્ટ તેના પર વિચાર કરી શકે છે.” કોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું હતું કે અરજદારો દાવો કરે છે કે તેઓ લખનૌના અકબર નગરના રહેવાસી છે. તોડી પાડવાની કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામના આધારે કરવામાં આવી હતી. મામલો હાઇકોર્ટમાં ગયો, જ્યાં પુનર્વસન નીતિ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો, અને સુપ્રીમ કોર્ટે તે નિર્ણયને સમર્થન આપ્યું.
હવે એવો દાવો કરવામાં આવે છે કે અરજદારોના નામ ઉત્તર પ્રદેશ એસઆઇઆર પ્રક્રિયામાંથી આ આધાર પર દૂર કરવામાં આવ્યા હતા કે ડિમોલિશન પછી તેમની પાસે હવે ઓળખી શકાય તેવું સરનામું નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા અરજદારોના નામ ૨૦૦૨ ની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે પછી જન્મેલા વ્યકિતઓના નામ પછીની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. અરજદારોએ તેમને બૂથ લેવલ ઓફિસર્સને ગણતરી ફોર્મ સબમિટ કરવાની મંજૂરી આપવા માટે નિર્દેશ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેસના ગંભીર તથ્યલક્ષી સ્વભાવને જાતાં, તે બંધારણની કલમ ૩૨ હેઠળ હસ્તક્ષેપ કરશે નહીં. કોર્ટે જિલ્લા ચૂંટણી અધિકારીને તથ્યોની તપાસ કરવા અને કાયદા અનુસાર જરૂરી સુધારાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે જા અરજદારોની ફરિયાદોનું નિરાકરણ ન આવે તો તેઓ સંબંધિત હાઇકોર્ટનો સંપર્ક કરી શકે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે કેસના ગુણદોષ પર કોઈ ટિપ્પણી કરી નથી.