ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ-૨૦૦૬માં કરવામાં આવેલ મહત્વપૂર્ણ સુધારાને વિશ્વ હિન્દુ પરિષદ, અમરેલી એકમ દ્વારા હર્ષભેર આવકારવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખ વિજયભાઈ દેસાઈ અને જિલ્લા મંત્રી ઇતેશભાઈ મહેતાના સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે સંસ્થા સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને દીકરીઓની સુરક્ષા માટે લાંબા સમયથી સક્રિય છે.તેમણે જણાવ્યું કે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા–પિતાની સંકળાયેલાથી પારદર્શિતા વધશે અને છેતરપિંડીની શક્યતાઓ ઘટશે. અગાઉ કાયદામાં રહેલી ખામીઓનો કેટલાક તત્વો દ્વારા દુરુપયોગ થતો હોવાની ચર્ચા હતી. નવા સુધારા બાદ આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે અને દીકરીઓને વધુ સુરક્ષા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.સંસ્થાના જણાવ્યા અનુસાર, રાજ્યના કાયદામંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વિવિધ સ્તરે ચર્ચાઓ કરીને કાયદાને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું કે ઓળખાણ છુપાવીને થતા લગ્નો સામે વધુ કડક જોગવાઈ કરવાની જરૂર છે. સંસ્થા ભવિષ્યમાં પણ સમાજ જાગૃતિ અને દીકરીઓની સુરક્ષા માટે અડગ રહી કાર્ય કરતી રહેશે.