ઊનાના કાણકબરડા ગામે ઉમેજ રોડ પર આવેલો પાણી પુરવઠાના કુવા પરથી રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા ત્યાં રહેલી ઓરડીની બહારથી કુવા સુધી સર્વિસનો વચ્ચેથી ટુકડો કરીને અંદાજે ૫૦થી ૬૦ ફૂટ વાયરની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. જોકે સવારે પાણી છોડવા માટે લાઈનમેન મોટર ચાલુ કરવા જતા મોટર લોડ ન લેતા તેમણે તપાસ કરતા ત્યાં સર્વિસ કાપીને ચોરી થયેલી હતી. બાદમાં તેમણે સરપંચને જાણ કરતા સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે નવી સર્વિસ મંગાવીને ગામમાં પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ સરપંચે પોલીસમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.