દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન (૭, લોક કલ્યાણ માર્ગ) નજીક આવેલી ત્રણ મોટી ઝૂંપડપટ્ટીઓને હટાવવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા તેજ કરવામાં આવી છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ દ્વારા અહીં રહેતા ૭૧૭ પરિવારોને આગામી ૬ માર્ચ ૨૦૨૬ સુધીમાં જગ્યા ખાલી કરવા માટે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે.
લોક કલ્યાણ માર્ગ (અગાઉનો રેસકોર્સ રોડ) પર સ્થિત ત્રણ મુખ્ય ઝૂંપડપટ્ટી ક્લસ્ટરો જેમાં ભાઈ રામ કેમ્પ, મસ્જિદ કેમ્પ અને ડીઆઈડી કેમ્પનો સમાવેશ થાય છે, તેને હટાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાનના સત્તાવાર આવાસથી આ ઝૂંપડપટ્ટીઓ માત્ર થોડાક જ કિલોમીટરના અંતરે આવેલી હોવાથી, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને શહેરી આયોજનને આધુનિક બનાવવાના ભાગરૂપે આ કડક પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જે પરિવારો પુનઃવસન માટે પાત્ર છે, તેમને દિલ્હીના સવદા ઘેવર વિસ્તારમાં સ્થિ સ્થિત ત ડ્ઢેંજીંમ્ કોલોનીમાં ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. જાકે, આ નવું રહેઠાણ વર્તમાન જગ્યાથી અંદાજે ૪૫ કિલોમીટર દૂર છે. રહેવાસીઓને તાત્કાલિક ધોરણે નવા ફ્લેટનો કબજા લેવા અને જૂની જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. જા નિયત સમય મર્યાદામાં જગ્યા ખાલી કરવામાં નહીં આવે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ ઓક્ટોબર ૨૦૨૫માં પણ નોટિસ આપવામાં આવી હતી, જેને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઈકોર્ટે ૧૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ વચગાળાનો આદેશ આપ્યો હતો કે યોગ્ય પ્રક્રિયા અને સુરક્ષાના પગલાં લીધા વિના રહેવાસીઓને બેદખલ ન કરવા. જાકે, હવે જાન્યુઆરીમાં થયેલી સુનાવણી બાદ સરકારે સર્વે અને પુનઃવસન નીતિ હેઠળ આ પ્રક્રિયાને આગળ વધારી છે.