આજના ડિજિટલ યુગમાં મોટેભાગે હવે લોકો ઓનલાઈન મની ટ્રાન્સફર અને ઓનલાઈન બેન્કિંગ વ્યવહાર કરે છે .આમ વધતા જતા સોશિયલ મીડિયા અને મોબાઈલ ના ઉપયોગને કારણે હવે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઠગો પણ આધુનિક બની રહ્યા છે .અને હવે ઓનલાઇન જ સાયબર ફ્રોડ આચરી લોકોની સાથે હજારો લાખો કરોડોની સાઇબર ઠગાઈ આચરતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
વલસાડ સાઇબર કરાઈમ પોલીસ દ્વારા જિલ્લામાં સાયબર ફ્રોડના રેકેટના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કર્યો અને આખરે વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી હતી અને થોડા સમય અગાઉ જ અયુબ કાદિર શેખ નામના એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછમાં જિલ્લામાં ચાલતા મસ મોટા સાયબર ક્રાઇમ ના રેકેટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. અને જિલ્લામાં લોકોને વિશ્વાસમા લઈ મોટું કમિશન ની લાલચ આપી લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લઈ અને તેમાં લાખો કરોડો રૂપિયા ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરી અને મસ મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કાદિરની ધરપકડ બાદ વધુ ૨ આરોપીઓની ધરપકડ કરી છે.
વલસાડ સાઇબર પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપી મીતેશ અલગ અલગ લોકો પાસેથી કમિશન ની લાલચ આપી બેંકના એકાઉન્ટો મેળવી અને સુરત રહેતા તુષાર બાબુભાઈ ઘંટાળા નામના વ્યકિતને ભાડે આપી અને ત્યાંથી મોટું કમિશન મેળવતો હતો .ત્યારબાદ તુષાર બાબુ ઘંટાળા ની પણ અટકાયત કરવામાં આવી હતી અને આ તપાસમાં બહાર આવ્યું કે તુષાર મિતેશ પાસેથી એકાઉન્ટ મેળવી અને દુબઈ રહેતા મુખ્ય સૂત્રધાર મિલન દરજી નામના માણસને આપતો હતો ..અને આ મિલન દરજી સાયબર ફ્રોડ ના રૂપિયા સગેવગે કરવા માટે આવા એકાઉન્ટોને નો ઉપયોગ કરતો હતો.
આથી પોલીસે હવે આ કૌભાંડમાં મિલન ઉર્ફે મિલો ઉર્ફે કાનો શીવાય ઉર્ફે જાની ઉર્ફે લાલો સુરેશ વાઘેલા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે.. આરોપીઓ આ સાઇબરફ્રોડ મ્યુલ એકાઉન્ટ થી ચલાવી રહ્યા હતા. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ અત્યાર સુધી ૩.૮ કરોડ થી વધુ રૂપિયાનું સાઇબર કૌભાંડ્યું આચર્યું હોવાનું ખુલાસો થઈ રહ્યો છે. પોલીસ પાસેથી જ સાંભળો શું છે આ મ્યુલ એકાઉન્ટ.
આપનું પણ કોઈ બેન્ક એકાઉન્ટ આપે જા કોઈ મિત્ર સ્વજન કે પરિચિત ને કમિશનની લાલચે ભાડે આપ્યું હોય તો સાવધાન થઈ જજા ..ક્યારેક આપની આ કમિશનની લાલચ આપને ભારે પડી શકે છે.. અને આવા સાયબર ફ્રોડ નો ભોગ બની આ રેકેટ માં આપ પણ આરોપી સાબિત થઈ શકો છો.. અને આપની આવી ગંભીર ભૂલ આપના અને પરિવાર માટે પણ મોટી મુસીબત ઉભી કરી શકે છે. ત્યારે વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસની આગામી તપાસમાં અનેક ચોંકાવનાર ખુલાસા થવાની શક્યતાઓ જાવાઈ રહી છે.





































