ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે ચિતલ સ્થિત જ્ઞાન ગીતા વિદ્યાલય ખાતે માતૃભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈ, મનસુખભાઈ નાડોદા અને લોકસાહિત્યકાર કૌશિકભાઇ દવે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન બીપીનભાઈ દવેએ સંભાળ્યું હતું, જ્યારે મુખ્ય વક્તા ગોરધનભાઈ ભેસાણીયાએ માતૃભાષાનું મહત્વ સમજાવી પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજનમાં સંયોજક તરીકે કનવર કનુભાઈ લીંબાસીયા અને શાળાના આચાર્ય નિલેશભાઈ લીંબાસીયાએ જહેમત ઉઠાવી હતી.




































