નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. કંપનીએ આસપાસની નવ શાળાઓના ૪૫ દિવ્યાંગ અને જરૂરિયાતમંદ બાળકોને સ્વચ્છતા કીટનું વિતરણ કર્યું હતું.આ યોજનાનો મુખ્ય હેતુ બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.






































