મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર સાવરકુંડલા ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગૌશાળામાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૯૦મી ત્રિમૂર્તિ શિવ જયંતીની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સવારે ૮ઃ૩૦ વાગ્યે શિવ ધ્વજારોહણથી કરવામાં આવી હતી. ધ્વજારોહણ વિધિ ધારાસભ્ય મહેશ કસવાલા અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના હસ્તે સંપન્ન થઈ હતી. કપોળ કન્યા છાત્રાલયની બહેનો પણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઉત્સાહ ઉમેર્યો હતો. આ પ્રસંગે બીલીપત્રથી નિર્મિત શિવલિંગના દર્શન, શાંતિ અનુભૂતિ કક્ષ, વેલ્યુ ગેમ્સ તેમજ પરમાત્માના સત્ય પરિચયને રજૂ કરતી આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.