રાજુલાના જુની બારપટોળી ગામે ઉઘરાણી મામલે બ્લેડથી હુમલો કરી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ભીખાભાઇ ખોડાભાઇ જીતીયાએ જયસુખ ભીખાભાઇ જીતીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે,તેઓ તથા તેમનો પરીવાર ગત સાંજના આશરે નવેક વાગ્યાના અરસામાં જુની બારપટોળી ગામે ઘરે હાજર હતા. તે દરમ્યાન આરોપી આવ્યો હતોઅને આવતા જ તેમની પાસે રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા તેમણે આપવાની ના પાડતા જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા તેમજ શરીરે ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. ડાબા હાથની ટચલી આંગળીના ભાગે બ્લેડ મારી ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.