સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની અભરામપરા પ્રાથમિક શાળામાં બાળકોને ટિફિન અને પાણીની બોટલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.શાળાના શિક્ષક દેવેનભાઈના મિત્ર તથા સુરતના બિલ્ડર મનીષભાઈ કોટડીયા દ્વારા દરેક બાળકને ટિફિન અને પાણીની બોટલ ભેટરૂપે આપી આનંદિત કરવામાં આવ્યા હતા. આ સેવાકીય યજ્ઞમાં જોડાઈ મનીષભાઈ કોટડીયાએ “બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે” તે પંક્તિને સાર્થક કરી હતી. બાળકો પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ ભાવના અને લાગણીને શાળા પરિવારે બિરદાવી હતી.બાળકો માટેના આ સેવાકીય કાર્યમાં સહભાગી બનવા બદલ શાળાના આચાર્ય મુકેશભાઈ સુખડિયા તથા સમગ્ર શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બાળકો તેમજ શાળા પરિવારે વિદ્યાની દેવી મા સરસ્વતીની પ્રાર્થના કરી કે દાતા ધંધામાં વધુ પ્રગતિ કરે અને તેમને નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય.








































