મગફળીઃ • સમયસર ખાલા પૂરી દેવા અથવા મોડું થઇ જાય તો ખાલામાં કઠોળ અથવા તલ વાવી શકાય.
• મગફળી માટે ગંધક અને જસત તત્વની ઉણપવાળી જમીનમાં ૨૫kg N + + ૭૦kg P સાથે ૬ કિલો ગંધક અને ૧ – ૨ કિલો જસત તત્વ યુક્ત ખાતર આપવું.
• પ્રથમ પિયત માટે ઉતાવળ ના કરતા ૨૫ થી ૩૦ દિવસે અથવા ખેતરના ૮૦ % વિસ્તારમાં ફૂલ જોવા મળે ત્યારે જ પિયત આપવું.
કલકતી તમાકુ: • ખૂટણી: જીટી-૧ માં ૧૩ થી ૧૫ પાને જીટીસી-૧ અને ૨ માં ૧૭ થી ૨૦ પાને પીલા કાઢતા રહેવા. બીડી તમાકુ વાવેતર બાદ ૧૬૦ થી ૧૮૦ દિવસે પાકી જાય છે.
કાપણી ત્રણ રીતે કરી શકાય.
૧.છુટક પાન પાડીને: સારા બુટ્ટાવાળા પાકા પાન તોડી જમીન પર ૩ થી ૪ દિવસ ઊંધા સુકવવા.
૨. ઘૂઘરો પધ્ધતિ: પાકટ પાન છોડ પરથી સોરીને.
૩. આખા છોડને કાપીને: પાકટ છોડને થડમાંથી દાંતરડાથી કાપીને
પીલા અઠવાડિયે કાઢતા રહેવું
ખૂટણી: આણંદ-૨, ૧૧૯, ગુ.ત.-૪, ૫, ૯ ઃ ૧૮ થી ૨૦ પાને ગુ.ટી. ૭ અને એબીટી ૧૦ :૨૦ થી ૨૨ પાને એન.આર.જી.ટી.એચ.– ૧ અને જી.એ.બી.ટી.-૧૧ઃ ૨૨ થી ૨૪ પાને.
દિવેલાઃ ડોડવા (ઘાંટા) કોરી ખાનાર ઈયળ
• ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવી ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય.
• બેસીલસ થુરીન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
રીંગણ: સફેદમાખી
• પીળા રંગના ચીકણા ટ્રેપ ૫ પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરવાથી ઉપદ્રવની જાણકારી મેળવી શકાય છે.
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ. (૫ ઈસી) થી ૫૦ મિ.લિ. (૦.૦૩ ઈસી) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી આ જીવાતને કાબુમાં રાખી શકાય.
• વધુ ઉપદ્રવ હોય તો ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ ડબ્લ્યુપી ૧૦ ગ્રામ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯૦ એસસી ૧૦ મિ.લિ. અથવા મેલાથીઓન ૫૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
કાકડી જાતોઃ- સ્લાઈસિંગ: દેશી કાકડી ચીરીને ખાઈ શકાય.પીક્લીંગઃ- અથાણું બનાવવા, સીડલેસ/ઈંગ્લીસ: બીજ વગરની, મોનોસીઅસ: નર અને માદા ફૂલ એક છોડ પર જ હોય છે., ગાયનોસીસ: ફક્ત માદા ફૂલ છોડ પર જોવા મળે છે., પાર્થેનોકાપીર્ક: ગ્રીન હાઉસમાં વાવેતર માટે, પાર્થેનોકાપીર્ક જાતોઃ જેની જાતો પૂસા સીડલેસ – ૫ પંતપાર્થેનોકાપીર્ક ઃ ૨, ૩ પંજાબ ખીરા, કિસાન –૧, હિલ્ટોન, સેમીનસ પ્રીસ, ટેસ્ટી કાફ્ડા, સીમ્બા
વેલાવાળા શાકભાજી: મોલો
• ઉપદ્રવની શરૂઆતના સમયે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ. (૫ ઈસી) થી ૫૦ મિ.લિ. (૦.૦૩ ઈસી) અથવા લેકાનીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ઉપદ્રવ વધતો જણાય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુમાં લઈ શકાય છે.
ટામેટા: લીલી ઇયળ
બટાટા: વિષાણુંજન્ય રોગો (પચરંગીયો, કોકડવા તથા પાન વળી જવાનો રોગ)
• નાઇટ્રોજયુક્ત રાસાયણિક ખાતરનો અતિશય ઉપયોગ ટાળવો.
• લીમડા આધરિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા લીમડાની લીંબોળી મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• મોલોનો ઉપદ્રવ વધુ જણાય તો મિથાઈલ – ઓ – ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૨ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
• ખેતરમાં રોગગ્રસ્ત છોડને કંદ સાથે ઉખાડીને નાશ કરવો.
બાગાયતઃ દાડમ, ફુલછોડ, ઔષધિય પાકો અને રક્ષિત ખેતીના પાકો: થ્રીપ્સ
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ વખતે સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. અથવા થાયાકલોપ્રીડ ૪૮ એસસી ૫ મિ.લિ. અથવા ફીપ્રોનિલ ૫ એસસી ૨૦ મિ.લિ. ૧૦ મિ.લિ. લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
આંબો: કાલવ્રણ / એન્થ્રેકનોઝ
• રોગીષ્ઠ ડાળીઓ, પાન અને ફળ બગીચામાંથી એકત્ર કરી નાશ કરવો.
• કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૨૦ ગ્રામ અથવા કોપર ઓક્સિકલોરાઈડ ૫૦ વેપા ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૫ ગ્રામ અથવા થાયોફેનેટ મિથાઈલ ૭૦ વેપા ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• હાઈબ્રિડ કેરીની જાતો અન્ય કૃષિ પાકોની જેમ કેરીમાં પણ સંકરણ પદ્ધતિથી હાઈબ્રિડ જાતો વિકસાવવામાં આવેલ છે. જેમાં આમ્રપાલી અને ઝિકા જાતનો વ્યાપ છે.
ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતીઃ- તલ એ ટુંકા ગાળાનો પાક હોય મુખ્ય પાક તરીકે, મિશ્રપાક તરીકે અને આંતરપાક તરીકે પણ સરળતાથી લઇ શકાય છે. તલનું તેલ તથા તલ ઔષધીય દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે તલનું વાવેતર ચોમાસાની ઋતુ દરમ્યાન કરવામાં આવે છે. પરંતુ વરસાદ આધારીત ખેતી હોવાથી ઉત્પાદન ઓછું આવે છે તેમજ રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે તથા પાછોતરા વરસાદને કારણે પાક કાપણી દરમ્યાન પણ જ નુકસાન થાય છે. પરતું જો તલનું વાવેતર ઉનાળું ઋતુ દરમ્યાન કરવામાં આવે તો રોગ, જીવાત તથા પાછોતરા વરસાદના કારણે થતું નુકસાન નિવારી શકાય છે જેના કારણે ઉનાળુ ઋતુ દરમ્યાન ચોમાસુ ઋતુ કરતા વધુ ઉત્પાદન મળે છે તેમજ સારી ગુણવત્તાવાળું હોવાથી બજાર ભાવ વધુ મળે છે.
જમીનની પસંદગી અને તૈયારી ઃ- ઉનાળુ તલને સારા નિતારવાળી, ગોરાડું, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. તલનો પાક વધુ પડતો ભેજ સહન કરી શકતો નથી ચીકણી અને ક્ષારીય તથા પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ આવતી નથી. અગાઉના પાકના જડિયા વીણી, જમીનને ઓરવાણ કર્યા બાદ વરાપ થયે કરબની ખેડ કરી, સમાર મારી સમતળ અને ભરભરી બનાવવી. કયારા સમતળ અને ટૂંકા બનાવવા.
વાવણીનો સમય અને અંતરઃ- ઉનાળું તલનું વાવેતર દરિયાકાંઠા વિસ્તારમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં, વિસ્તારમાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં કરવા ભલામણ છે. તલના ઉગાવા પર ઠંડીની માઠી અસર થાય છે. તલના ઉગાવા માટે ન્યુનત્તમ તાપમાન ૧૫ સે. થી વધારે હોવું જોઈએ. તલના બીજ જમીનની સપાટીથી અડધા સે.મી. ઉંડે રહે તે પ્રમાણે વાવેતર કરી પછી પિયત આપવું. તલનો દાણો જીણો હોય તેમાં જીણી રેતી ભેળવી ઓટોમેટીક વાવણીયાથી વાવેતર કરવું. બે હાર વચ્ચે ૪૫ સે.મી. અંતર રાખી વાવણીયાથી વાવણી કરવી અને ૨૦ થી ૨૫ દિવસ બાદ હારમાં બે છોડ વચ્ચે ૧૫ સે.મી.નું અંતર રહે તેમ પારવણી કરવી.
ખાતર વ્યવસ્થાપન ઃ- જમીન ચકાસણી પછી ભલામણ પ્રમાણે ખાતર આપવું જોઇએ. ઉનાળુ તલમાં વાવેતર પહેલા પ્રતિ હેકટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. રાસાયણિક ખાતરમાં ૨૫ કિલોગ્રામ નાઇટ્રોજન, ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ અને ૪૦ કિલોગ્રામ પોટાશ (૫૪ કિ.ગ્રા. ડીએપી, ૭૬ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ અને ૬૭ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ) વાવણી વખતે જમીનમાં ચાસમાં ઓરીને આપવું. વાવેતર પછી પાક એકાદ મહિનાનો થાય ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોય તો બાકીનો ૨૫ કિલોગ્રામ નાઇટ્રોજન (૫૪ કિ.ગ્રા. યુરિયા) પૂર્તિ ખાતર તરીકે આપવો. જમીનની લેબોરેટરી મુજબ ગંધક તત્વની ભલામણ કરવામાં આવે તો જીપ્સમના સ્વરૂપમાં આપવું.













































