નિક્કી તંબોલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, ચાહકો, નજીકના મિત્રો અને ઉદ્યોગના લોકોને ચેતવણી આપી. તેણીએ કહ્યું કે કોઈ તેની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નિક્કીએ સોશિયલ મીડિયા પર આ વ્યકિત વિશે માહિતી પણ શેર કરી. જેમાં એક નંબર અને ચેટ શેર કરવામાં આવી હતી જેમાં એક અજાણ્યો નંબર તેના નજીકના લોકોનો સંપર્ક કરી રહ્યો છે. પોસ્ટ સાથે, નિક્કીએ લખ્યું, “કોઈ મારા નામ અને ચિત્રનો ઉપયોગ કરી રહ્યું છે અને નકલી નંબર પરથી લોકોને મેસેજ કરી રહ્યું છે. આ હું નથી. કૃપા કરીને આ વ્યકિત પર ધ્યાન ન આપો. જવાબ ન આપો. આ કૌભાંડ હોઈ શકે છે.” કૃપા કરીને આ નંબરની જાણ કરો અને બ્લોક કરો.
નિકી તંબોલી અને તેનો બોયફ્રેન્ડ અરબાઝ પટેલ તાજેતરમાં શરૂ થયેલા રિયાલિટી શો “ધ ૫૦” માં પણ દેખાયા હતા. બંને ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. અરબાઝ પટેલ છેલ્લે “રાઇઝ એન્ડ ફોલ” શોમાં જાવા મળ્યો હતો. નિક્કી છેલ્લે “સેલિબ્રિટી માસ્ટર શેફ” શોમાં જાવા મળી હતી. તેણીએ અગાઉ “બિગ બોસ ૧૪” માં ભાગ લીધો હતો.