શહેરમાં ભાજપ સાથે જાડાયેલા નેતાઓના એક બાદ એક વીડિયો વાયરલ થતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો વીડિયો વાયરલ થયા બાદ હાલ વધુ એક હોદ્દેદાર અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાનો બિયરના ટીન સાથેના ફોટા વાયરલ થતા આ મામલે ચર્ચાએ જાર પકડ્યું છે.
વિગતે વાત કરીએ તો, તાજેતરમાં રાજકોટ શહેર અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાના બિયર સાથેના બે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક ફોટામાં તેઓ શર્ટ લેસ જાવા મળી રહ્યા છે અને તેમના હાથમાં બિયરનું ટીન જાવા મળી રહ્યું છે. જ્યારે બીજા ફોટામાં તેઓ એક હિંચકા પર પગ પર પગ ચઢાવીને બેઠા છે અને તે ફોટામાં પણ તેમના હાથમાં બિયરનું ટીન જાવા મળી રહ્યું છે. ત્યારે આ ફોટા અચાનક વાયરલ થતા રાજકીય હલચલ શરૂ થઈ છે.
નોંધનીય છે કે, રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના એક માંડવામાં ભકિત માં લીન થઈ ધૂણતા તેમજ પોતાના વાંસામાં સાંકળો ઝીંકતા હોવાનો મામલો પણ આજે સવારથી જ ચર્ચામાં છે, જે મામલે સોમાભાઈ ભાલિયાએ ન્યૂઝ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘હાલ જે વીડિયો વાયરલ થયો છે તે ખૂબ જ જૂનો છે. તેમજ વાયરલ વીડિયોમાં પોતાની વર્તણૂકને શ્રદ્ધા અને આસ્થા સાથે જાડાયેલી છે. કોઈ હિત શત્રુ દ્વારા જાણી જાઈને વાયરલ કરવામાં આવ્યો છે.’
આવી જ રીતે રાજકોટ શહેર અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાના બિયર સાથેના બે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલે વિવાદ શરૂ થયો છે. ત્યારે આ ફોટો પણ જૂના હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ખરેખર આ ફોટા ક્યાં સ્થળના અને કેટલા જૂના છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી હાલ સામે આવી નથી. પરંતુ આ મામલે હાલ રાજકીય હલચલ તો શરૂ થઈ જ ગઈ છે.











































