વડીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સુખદેવસિંહ જાડેજાએ હનુમાન ખીજડીયા ગામે દરોડો પાડી આરોપી રાજુભાઈ વલકુભાઈ બસીયા (ઉ.વ. ૫૩) ના કબ્જામાંથી ૫ લીટર દેશી દારૂ (કિં.રૂ. ૧૦૦૦/-) ઝડપી પાડ્યો છે.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હાજુભાઇ ભાદરકાએ ચિતલ ગામે દરોડો પાડી રાયધનભાઇ નરશીભાઇ ચારોલીયા (ઉ.વ. ૪૦) ને ઝડપી પાડ્યો હતો. આરોપી નદીના કાંઠે ગેરકાયદેસર રીતે ૪ લીટર દેશી દારૂ (કિં. રૂ. ૮૨૦) સાથે મળી આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોણપુર (ગંભીરાપીર) ગામે પોલીસ રેડ દરમિયાન મધુબેન બાલાભાઇ પરમાર (ઉ.વ. ૩૦) નામની મહિલા પોતાના કબજામાં ૧૪ લીટર દેશી દારૂ કિંમત રૂ. ૨૮૩૦/- સાથે રંગેહાથ ઝડપાઈ હતી.








































