અમરેલી શહેરના લાઠી બાયપાસ પાસે અમરેલી સીટી પોલીસે બાતમીના આધારે પશુ પ્રત્યેની ક્રૂરતા અટકાવી મોટી કાર્યવાહી કરી છે. તા. ૦૯/૦૨/૨૬ ના રોજ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ નરેન્દ્રકુમાર અને ટીમે શંકાસ્પદ ટ્રક (નં. ય્ત્ન-૧૪ઠ ૫૩૮૦) ને અટકાવી તપાસ કરતા તેમાંથી ઘેટા-બકરા મળી આવ્યા હતા. ટ્રકમાં ડબલ ડેકર ખાના બનાવી ૧૧૦ ઘેટા અને ૩૬ બકરા સહિત કુલ ૧૪૬ જીવોને અત્યંત ટૂંકી દોરીએ ક્રૂરતાપૂર્વક બાંધીને ખીચોખીચ ભર્યા હતા. પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. પોલીસે આ મામલે અમરેલીના બહારપરા વિસ્તારના આરોપી રીઝવાનભાઈ રહીમભાઈ માંડલીયા અને અકરમભાઈ હુસેનભાઈ માંડલીયા સામે ગુનો નોંધી કુલ રૂ. ૧૪.૨૨ લાખનો મુદ્દામાલ (ટ્રક અને પશુઓ) કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરી હેડ કોન્સ. બી.આર. વાળા દ્વારા નોંધવામાં આવી છે.








































