આજના સમયમાં હવામાન સતત બદલાતું જાય છે, બીજી બાજુ વધતા જતાં શહેરીકરણની સાથે ભારે વરસાદ પડતા પૂરનું જાખમ પણ સતત વધી રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન અને જાનહાની થતી હોય છે. આ સમસ્યાના સચોટ નિવારણ માટે આઇઆઇટી ગાંધીનગરે કમર કસી છે . આઇઆઇટી ગાંધીનગર દ્વારા એક પહેલ કરવામાં આવી છે. સંસ્થાના રિસર્ચ પાર્કમાં ખાસ એઆઇ રિઝિલિયન્સ એન્ડ કમાન્ડ સેન્ટર’ શરૂ કરવામાં આવ્યું છે.
આ સેન્ટર માત્ર વરસાદની આગાહી જ નહીં, પરંતુ વરસાદ પછીની સ્થિતિ નું સચોટ વિશ્લેષણ કરશે. તેની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો આ સેન્ટર ફિઝિક્સના નિયમો, મશીન લ‹નગ અને રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરીને પૂરની આગાહી કરશે. હવામાન વિભાગના ડેટા અને સેટેલાઇટ ઈમેજરીના આધારે આ સિસ્ટમ ગણતરીના કલાકોમાં જણાવી દેશે કે કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાશે. જ્યારે ભારે વરસાદ પડે ત્યારે પૂરની સાથે કયા રસ્તાઓ પર ટ્રાફિક જામ થશે અને કયા વિસ્તારોમાં જાખમ વધુ છે તેની આગોતરી જાણકારી પણ આ સેન્ટર આપશે.
આઇઆઇટી ગાંધીનગરના પ્રો. ઉદિત ભાટિયાએ જણાવ્યું હતું કે આ સેન્ટર ફિઝિક્સ અને મશીન લ‹નગને જાડીને તૈયાર કરવામાં આવ્યું છે, જે તંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મોટી મદદ પૂરી પાડશે.”
જ્યારે દેશના કોઈ પણ જગ્યાએ પૂર જેવી સ્થિતિ  સર્જાય છે, ત્યારે સૌથી મોટો પડકાર બચાવ કામગીરીનો હોય છે. આ એઆઈ બેઝ કમાન્ડ સેન્ટર દ્વારા મળતી રીયલ ટાઈમ જાણકારીથી તંત્ર આગોતરા પગલાં લઈ શકશે. જાખમી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર ઝડપથી કરી શકાશે. ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન પહેલેથી તૈયાર કરી શકાશે.
નોંધનીય છે કે, આઇઆઇટી ગાંધીનગરના આ પ્રોજેક્ટમાં અત્યારથી જ અનેક સરકારી સંસ્થાઓએ રસ દાખવ્યો છે. ગુરુગ્રામ અને આંધ્રપ્રદેશ સરકાર સાથે આ માટે સત્તાવાર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સત્તામંડળ સાથે પણ આ સિસ્ટમના અમલીકરણ માટે ચર્ચા ચાલી રહી છે. આગામી સમયમાં દેશના અન્ય મોટા શહેરોને પણ આ નેટવર્ક સાથે જાડવામાં આવશે.
આઇઆઇટી ગાંધીનગરમાં આ સેન્ટર ક્લાઈમેટ ચેન્જ વિભાગના અધ્યાપકોની મહેનત અને તેમના નામે નોંધાયેલા પેટન્ટના આધારે ઉભું કરવામાં આવ્યું છે, જે ભારતના સ્માર્ટ સિટી મિશનમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.