જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે આજે જુનાગઢ મનપાનું વર્ષ ૨૦૨૬-૨૭નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ રેવન્યુ અને કેપિટલ આવકમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ જૂનાગઢના સમતોલ વિકાસને ધ્યાન રાખીને ગત વર્ષ કરતાં આ વખતે ૧૭ લાખના વધારા સાથે ૧૪૯૯.૦૮ કરોડનું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું છે. જેના પર હવે જુનાગઢ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી અંતિમ નિર્ણય કરીને કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા બજેટમાં સુધારા વધારા કરીને જનરલ બોર્ડમાં મૂકીને તેને પસાર કરશે.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ ૨૦૨૬-૨૭ સામાન્ય અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. બજેટની એક કોપી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકરને કમિશનરે સુપ્રત કરી હતી. જેમાં કોઈ મોટા સુધારા વધારા કે કર માળખામાં મોટો ફેરફાર જાવા મળતો નથી, તેમ છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેવન્યુ અને કેપિટલ આવકની સાથે કુલ આવક ૧૪૮૨.૧૭ કરોડ હતી, તેમાં રેવન્યુ અને કેપિટલ આવકના વધારા સાથે આ વર્ષે ૧૪૯૯.૦૮ કરોડનું વાર્ષિક અંદાજપત્ર કમિશનરે રજૂ કર્યું છે. જેમાં જુનાગઢ શહેરના સર્વાંગી વિકાસની સાથે પીવાનું પાણી ભૂગર્ભ ગટર અને સફાઈની સાથે અન્ય સુવિધાઓ લોકોને મળે તેવું આયોજન કર્યું છે.
ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ ખર્ચમાં ૩૩૪.૧૮ કરોડ કેપિટલ ખર્ચ ૧૧૪૫.૫૬ કરોડ મળીને કુલ ૧૪૭૯.૭૫ કરોડનું સામાન્ય અંદાજપત્ર રજૂ થયું હતું. જેમાં આ વર્ષે રેવન્યુ ખર્ચમાં થોડો વધારો થતાં ૩૩૯.૫ કરોડ કેપિટલ ખર્ચ ૧૧૫૯.૭૫ કરોડ અને કુલ ખર્ચ ૧૪૯૯.૪૦ કરોડનો અંદાજ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભૂગર્ભ ગટર પીવાનું ચોખ્ખું પાણી પર્યાવરણ સીટી બસ અને આઇટી જેવા લોક ઉપયોગી કામોમાં કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુમાં આગામી વર્ષે કોર્પોરેશનમાં થનારી નવી ભરતીને લઈને પગારનો ખર્ચ ૬૧ કરોડ રૂપિયા હતો, તેમાં વધારો થશે જેને ધ્યાને રાખીને બજેટમાં આવક અને જાવકનો હિસાબ સરભર કરવામાં આવ્યું છે. આ બજેટમાં કોર્પોરેશનનો મેન્ટેનન્સ ખર્ચ આગામી પાંચ વર્ષમાં ૪૦ કરોડથી વધીને ૭૫ કરોડ થવાનો અંદાજ પણ કમિશનરે લગાવ્યો છે. વધુમાં વિવિધ સરકારી ગ્રાન્ટોમાં જુનાગઢ મનપા દ્વારા ૮૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થનાર છે, જેને પહોંચી વળવા માટે ટેક્સમાં થોડો ઘણો ફેરફાર સૂચવવામાં આવ્યો છે. રહેણાક અને વ્યાપારિક સંકુલો પર ગત વર્ષે જે ટેક્સ લેવામાં આવતો હતો, તે જ ટેક્સ આ વખતે કમિશનરે યથાવત રાખ્યો છે, પરંતુ પ્રોપર્ટી ફેક્ટર ટેક્સમાં એક ટકાનો વધારો કરીને વર્ષ ૨૦૨૭-૨૮ થી દર વર્ષે આ પ્રકારે ટેક્સનો વધારો બજેટમાં સૂચવ્યું છે. દર વર્ષે બજેટમાં સફાઈ અને પાણી વેરો વધતો હોય છે, પરંતુ આ વર્ષે તેમાં કોઈ વધારો કરવાની દરખાસ્ત કરાઈ નથી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની આવક વધારવા માટે ૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ પણ આગામી નાણાકીય વર્ષમાં જાહેર કરશે. જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં રહેતા લોકો જા ઇલેક્ટ્રીકથી ચાલતા ટુ-વ્હીલર વાહનની ખરીદી કરશે, તો તેને ચાર્જમાંથી મુકિત આપવાની ભલામણ પર નવા બજેટમાં કરવામાં આવી છે. આ બજેટમાં ૨૦ ચોરસ મીટરથી નાની જગ્યાની સાથે ઝુપડપટ્ટી, ખુલ્લા પ્લોટ, બીન રહેણાંક કાચા મકાનો પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવાની દરખાસ્ત બજેટમાં કરવામાં આવી નથી.
જુનાગઢ મનપા વિસ્તારમાં રહેતા લોકોની સુવિધા અને સરળતા માટે અનેક દરખાસ્તો પણ કરાઈ છે. જેમાં બે નવા સીટી સીવીક સેન્ટર, મજેવડી દરવાજા પાસે ટાઉનહોલ, લાઇબ્રેરી, પાર્ટી પ્લોટ અને કમ્યુનિટી હોલ પાછળ અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ બજેટમાં કરવામાં આવ્યો છે. આર્થિક રીતે નબળા લોકો માટે ઘરનું ઘર મળી રહે તે માટે જુનાગઢ મેંદરડા રોડ પર ૩૯૨ જેટલા ફ્લેટ બનાવવાનું આયોજન પણ બજેટમાં સૂચવવામાં આવ્યું છે. પર્યટન સ્થળ એવા વાઘેશ્વરી તળાવને આવતા વર્ષે લોકો પ્રવાસનના માધ્યમથી પર્યટન કરી શકે તે માટે ખુલ્લુ મુકવાનું આયોજન પણ કરાયું છે. વધુમાં કોર્પોરેશન દ્વારા સોલિડ વેસ્ટ એકત્ર કરવામાં આવે છે, તેમાંથી ચારકોલ પબ્લિક પ્રાઇવેટ પ્રોપર્ટીના માધ્યમથી બનાવવાની દરખાસ્ત પણ બજેટમાં કરાઈ છે. વરસાદી પાણીને રોકવા માટે ટેચ ધ રેઈન વોટર અંતર્ગત વરસાદી પાણીનું હાર્વેસ્ટિંગ થાય તે માટેની કામગીરી પાછળ પર કેટલો ખર્ચ બજેટમાં અંદાજવામાં આવ્યું છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સેવાઓ ઓનલાઇન કરવાનું આયોજન પણ આ બજેટમાં રાખવામાં આવ્યું છે.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના લોકોની સમસ્યા અને તેના નિરાકરણ માટે આ બજેટમાં વાટ્સએપ ચેટબોટનું આયોજન સૂચવવામાં આવ્યું છે. વધુમાં જુનાગઢ શહેરમાં દરરોજ
રવિયા વાહનોની સંખ્યા વધી રહી છે, તેને લઈને વ્યવસ્થિત રીતે વાહનોનું પાર્કિંગ થાય તે માટે નવી પા‹કગ પોલિસી બનાવવાની સૂચન બજેટમાં કરાઈ છે. શહેરમાં રખડતા શ્વાનોને સાચવવા માટે કોર્પોરેશન વિસ્તારમાં ડોગ હાઉસ બનાવવાનું સૂચન પણ કરાયું છે.








































