ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં કવખતે વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, રાજપીપળા, વડોદરાના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.
અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશે. સમુદ્રી પેરામીટર્સ અને ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ ની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં બેમોસમી વરસાદ પડી શકે છે. ગુજરાતના ડાંગ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હજુ પણ ૨ ફેબ્રુઆરી સુધી માવઠું પડવાની અંબાલાલ પટેલની આગાહી છે. હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ભારે હિમવર્ષા અને બરફના તોફાન આવી શકે છે. આ કુદરતી ઘટનાની સીધી અસર પડોશી રાજ્યો રાજસ્થાન અને ગુજરાત પર જાવા મળશે. ખાસ કરીને ૨ ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જાવા મળશે. હવામાન નિષ્ણાતે પહેલા જ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરી હતી. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ અથવા છાંટા પડશે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, વાતાવરણ બદલાતા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા છે. દાહોદ અને પંચમહાલના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાયેલો જાવા મળશે.
હાલ રાજ્યમાં રવિ સીઝન પૂરજાશમાં છે. ખેતરોમાં જીરું, ચણા, ઘઉં અને મસાલાના પાક લહેરાઈ રહ્યા છે. અત્યાર સુધી પાકની સ્થિતી સારી છે, પરંતુ આ અચાનક બદલાયેલું વાતાવરણ તૈયાર પાક પર પાણી ફેરવી શકે છે. ૨ ફેબ્રુઆરી સુધીમાં અસર થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોનું હવામાન પલટાવાની શક્યતા છે. ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાં તેની અસર વધારે થઈ શકે છે. પંચમહાલ વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ કે છાંટ પડી શકે છે.
અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે જા ફેબ્રુઆરીમાં માવઠું થાય છે, તો તૈયાર શિયાળુ પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જીરું જેવો સંવેદનશીલ પાક ભેજવાળા વાતાવરણમાં બગડી શકે છે. તેથી, ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગાઉથી સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.
પૂર્વાનુમાન મુજબ ૨૦ ફેબ્રુઆરી પછી ઠંડીનું જાર ઘટશે અને ધીમે-ધીમે ગરમીની શરૂઆત થશે. આ સમયગાળો ઉનાળુ પાક માટે અનુકૂળ રહેશે, પરંતુ ત્યાં સુધી વાતાવરણમાં આવતો આ અચાનક પલટો ખેતી માટે જાખમી સાબિત થઈ શકે છે.