અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ ગોવા રાજયના અભ્યાસ માટે ગયેલ ત્યારે અમરેલીની સહકારી સંસ્થાઓના મંત્રી/ મેનેજર દ્વારા ગોવાના પણજી ખાતે આવેલ ધી ગોવા સ્ટેટ કા. ઓપરેટીવ બેંક લી. ની મુલાકાત લીધી હતી, ત્યારે ઘી ગોવા સ્ટેટ કા – ઓપરેટીવ બેંક ના ચેરમેન શ્રી પાંડુરંગ નાયર કીર્તિકર જી, દ્રારા તમામનું સ્વાગત સહ સન્માન કર્યું હતું. આ ઉપરાંત બેંકના એમ. ડી શ્રી અનંત સાડરેકરજી અને જનરલ મેનેજર સુનિલ મેડકાઈકરજીએ બેંકના વહીવટી કાર્યો વિશે માહિતી આપી હતી ત્યારે અમરેલી જિલ્લા સહકારી સી.ઈ.ઓ ભાર્ગવ ત્રિવેદી દ્વારા ગુજરાત અને અમરેલીમાં ચાલતી સહકારી પ્રવૃત્તિ બાબતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગોવાની દ્રી સ્તરીય સહકારી પદ્ધતિ બાબતે માહિતી મેળવી હતી.






































