સત્ય પ્રેમ કરૂણા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કાર પરિસર – વિશ્વાસ વિદ્યાલયના વિવિધ સેવા પ્રકલ્પોનો ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય મોરારીબાપુએ પોતાના વરદ્‌ હસ્તે ભૂમિપૂજન કરીને પ્રોજેક્ટને આશીર્વાદ આપ્યા હતા. બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી અને આ સેવાકાર્યો દ્વારા સમાજમાં સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યોના પ્રસારની શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમમાં ભૂમિદાતા પન્નાબેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત, ભક્તિ બાપુ (માનવ મંદિર), અમરેલીના જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને હરેશભાઈ મહેતા (લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.