કોબના મોટા ઝાંપા વિસ્તારમાં ગત બીજી તારીખની રાત્રે લશુબેન ઉર્ફે લાલીબેન રમેશભાઈ બાંભણીયાના ઘર પાસે તેમનું બાઈક પાર્ક કરેલું હતું. તે સમયે પાડોશમાં રહેતો વિશાલ ભરતભાઈ બારૈયા હાથમાં લોખંડનો પાઈપ લઈને આવ્યો હતો અને બાઈકમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. અવાજ સાંભળીને લશુબેને રોકવાનો પ્રયાસ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.






































