મહુવાના બગદાણાના સેવક નવનીત બાલધીયાને માર મારવાના મામલે સમગ્ર કોળી સમાજ ભડક્યો છે. કોળી સમાજના સુરતના આગેવાનો કાર રેલી મારફતે બાપા સીતારામના ધામ ખાતે પહોંચ્યા હતા. પીડિત નવનીત બાલધીયાને ન્યાય મળે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે બાપા બજરંગદાસ બાપાના ચરણોમાં આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે પત્રકાર પરિષદમાં ઋષિ ભારતી બાપુએ પણ ન્યાયની માંગ કરી હતી.
જુના અખાડા સંત ઋષિ ભારતીએ બગદાણા પંથકમાં બનેલ મારામારીની ઘટનાને વખોડી હતી. આ ઘટનાને લઈ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરાતા ઋષિ ભારતી બાપુએ આ ઘટનાને લઈ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઉંચો છે, તેને યુએનમાં ઉજાગર કરીશું, તેમજ બગદાણાની ઘટનાની પણ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી. તેમજ તેઓએ પોલીસ ઉપર સીધો આક્ષેપ કર્યો છે કે પોલીસ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે.
ઋષિ ભારતીએ કહ્યું કે, હાલ નવનીતભાઈની ઘટનામાં પોલીસ દિવસેને દિવસે સમયગાળો વધારી રહ્યાં છે. તો શું આ કોઈ મકાનનો કોન્ટ્રાક્ટ છે તેમ અવારનવાર દિવસો વધારી રહ્યા છે બીજું કોણ છે. ચિરાગ ઝાલા રાજકીય પક્ષો પાસે માત્ર ટિકિટ છે, સૌથી વધારે મતદારો કોળી સમાજમાં છે. જે ૨૫ સીટ એવી છે કે વધારેમાં વધારે કોળી મતદારો છે, છતાં પણ તેમાં ટિકિટ આપવામાં આવી નથી. કદાચ અમે આ ૨૫ સીટ કવર કરી નાંખશો તો અમારા વગર સરકાર બનશે નહીં.
તેમણે કહ્યું કે, કાન ખોલીને સાંભળી લ્યો હવે અમારે આંદોલન કરવાની જરૂર નથી હવે અમે એવા યુવાનો તૈયાર કરશું કે મતદારો શું છે અમારી ખુદની સરકાર બનાવીશું. પોલીસ તંત્ર દ્વારા કોઈપણ નક્કર કાર્યવાહી કરે ન હતી અને સામાન્ય કલમો લગાવી હતી તેવા આક્ષેપો ઋષિ ભારતી બાપુએ કરવામાં આવ્યા હતા.
બગદાણા પી.આઈ ને રિઝર્વ મૂકે મહુવાના પી.આઈ.ને ચાર્જ સોંપે ત્યારબાદ એસ.આઈ.ટીને કેસ સોપવામાં આવ્યો. તેમ છતાં પણ નવનીતભાઈ બાલદીયાને લાગી રહ્યું છે કે, મારામારીની ઘટનાનામાં તેમને પૂરો ન્યાય નહીં મળે
કોળી સમાજ ના આગેવાનોએ બાપા બજરંગદાસ બાપા સમક્ષ ધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું હતું. બાપાના દર્શન કરી પીડિતને ન્યાય મળે તેવી પ્રાર્થના કરી.








































