ગાંધીનગરનાના પીંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પીંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટીવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ પીંડારડા ગામમાં આરોગ્યની બે ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તો બીજી તરફ, કોંગોની એન્ટ્રીથી પશુપાલન વિભાગ પણ સતર્ક થયું છે. કારણ કે, કોંગો એ પ્રાણીથી ફેલાતી બીમારી છે. ત્યારે ગાંધીનગરમાં સર્વેલન્સ, દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.
કોંગો તાવનું આખું નામ રાઈમિયન કાંગો હેમોરેજિક ફીવર છે. રિમિયન કોંગો હેમોરહેજિક તાવ જે મનુષ્યો માટે જીવલેણ છે, તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. કોંગો તાવ એ ઝૂનોટિક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે નાના કિડા જેવા જંતુઓ કરડવાથી ફેલાય છે. આ બાબતને ધ્યાને રાખીને રાજ્યના પશુપાલન વિભાગને જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે જેથી કરીને પશુઓ દ્વારા આ રોગ ફેલાવાની શક્યતાને અટકાવી શકાય.
લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે ટાઈફોઈડના કેસનો આંક ૧૬૭ પર પહોંચ્યો છે. ટાઈફોઈડના ગાંધીનગરમાં નવા ૧૪ કેસ નોંધાયા છે. ટાઈફોઈડના ૧૮ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.