લેઉવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી સુરત ખાતે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, કાયદા અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, નાણાં મંત્રી કમલેશભાઈ પટેલનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત હિરેનભાઈ હિરપરા સહિત ધારાસભ્યો અને સમાજના અગ્રણીઓની મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા. આ અવસરે, અમરેલીના ગૌરવ સમા મંત્રી કૌશિકભાઈ વેકરીયાનું સરસીયા ગામ પટેલ પરિવાર સુરત વતી પ્રમુખ જીતુભાઇ શેલડીયા, કાર્યકારી પ્રમુખ મહેશભાઈ નાકરાણી અને યુવાનો અશ્વિન ઠુંમર, જીગ્નેશ માયાણી, રાહુલ અકબરી, અલ્પેશ મોણપરા, અને દલસુખભાઈ શેલડીયાએ સન્માન કર્યું હતું.










































