જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે એક પરિણીતાએ સામાન્ય બાબતમાં મનદુઃખ અનુભવી પોતે જ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. કાળુભાઇ ભાયાભાઇ સાંખટ (ઉવ.૨૯) એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની લાખુબેન કાળુભાઇ સાંખટ (ઉ.વ.૨૪ )ને બજર ખાવાની આદત હતી. આ બાબત તેમના પતિને પસંદ ન હોવાથી, પતિએ પત્નીને બજર ખાવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો.પતિ દ્વારા બજર ખાવાની મનાઈ કરવામાં આવતા પરિણીતાને આ વાતનું અત્યંત માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવી જઈને
તેમણે પોતાના ઘરે જ ચુંદડીના કટકા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિણીતાને તાત્કાલિક બચાવી લેવામાં આવી હતી.આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.








































