“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રવિવારી બજારમાં પડી ગયેલો કિંમતી મોબાઈલ ફોન અમરેલી સીટી પોલીસે મૂળ અરજદાર રૂપાલીબેનને પરત સોંપ્યો હતો. બનાવની વિગત એવી છે કે, અમરેલીના રહેવાસી અરજદાર રૂપાલીબેન કેતનભાઇ માલનિયા ગત તારીખ ૧૨/૦૧/૨૦૨૫ ના રોજ અમરેલીના સેન્ટર પોઈન્ટ ખાતે ભરાતી રવિવારી બજારમાં ગયા હતા. તે દરમિયાન તેમનો VIVO કંપનીનો રૂ૧૯૦૧ મોડેલનો મોબાઈલ ફોન ક્યાંક પડી ગયો હતો. આ અંગે તેમણે તાત્કાલિક અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી મળતા જ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.કે. વાઘેલાની સૂચનાથી સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સની મદદથી પોલીસે રૂ. ૧૩,૦૦૦ ની કિંમતનો આ ગુમ થયેલો મોબાઈલ શોધી કાઢ્યો હતો અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારને પરત સોંપ્યો હતો.