ખેલ મહાકુંભ ૩.૦ (૨૦૨૪-૨૦૨૫) અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલા જે ખેલાડીઓને હજુ સુધી રોકડ પુરસ્કાર મળેલ નથી, તેમને તાત્કાલિક દસ્તાવેજો જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. વિજેતા ખેલાડીઓએ પોતાના રજિસ્ટ્રેશનની કે.એમ.કે. (KMK) રિસીપ્ટ અને બેંક પાસબુકની નકલ રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિતલ રોડ, અમરેલી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. આ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની છેલ્લી તારીખ તા. ૦૫.૦૧.૨૦૨૬ છે. ત્યારબાદ આવેલી માહિતી સ્વીકારવામાં આવશે નહીં, જેની તમામ શાળાના આચાર્યશ્રીઓ અને ખેલાડીઓએ ખાસ નોંધ લેવી. જિલ્લા રમત ગમત અધિકારીએ સત્વરે માહિતી મોકલી આપવા અનુરોધ કર્યો છે.








































