ગુજરાતમાં તાપમાન શૂન્યથી નીચે જતા કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્હી સહિત ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીની અસર દેખાવા લાગી છે. હાલમાં ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે.ત્યારે રાજકોટમાં તાપમાનનો પારો ૯.૪ ડિગ્રી સેલ્સીયસ સુધી ઘટી ગયો હતો, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન મધ્યમ રહ્યું હતું. અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી સેલ્સીયસ, ગાંધીનગરમાં ૧૩.૨ ડિગ્રી સેલ્સીયસ, ડીસામાં ૧૧.૧ ડિગ્રી સેલ્સીયસ, ભુજમાં ૧૧.૪ ડિગ્રી સેલ્સીયસ, ભાવનગરમાં ૧૪ ડિગ્રી સેલ્સીયસ, પોરબંદરમાં ૧૧.૪ ડિગ્રી સેલ્સીયસ, કેશોદમાં ૧૦.૩ ડિગ્રી સેલ્સીયસ, મહુવા ૧૩.૫ ડિગ્રી સેલ્સીયસ અને સુરેન્દ્રનગરમાં ૧૧ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સીયસથી નીચે જવાની સંભાવના છે, જેના કારણે સવાર અને મોડી રાત્રે કડકડતી ઠંડી પડશે. ભેજ અને પવનની ગતિમાં ફેરફારથી રાજ્યભરમાં ઠંડી પાછી આવશે. લોકોને ઠંડી સામે જરૂરી સાવચેતી રાખવા અને ગરમ કપડાં તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે.
આગાહી મુજબ, હાલમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની અપેક્ષા નથી. જોકે, ૫ જાન્યુઆરી પછી હવામાનમાં કેટલાક ફેરફાર શક્ય છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સીયસનો વધારો થવાની સંભાવના છે, જેનાથી તીવ્ર ઠંડીમાંથી થોડી રાહત મળશે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન નીચું રહેવાની શક્યતા છે.









































