આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વત્રા ગામમાં ૩૭ વર્ષીય પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ખંભાત રૂરલ અને આણંદ એલસીબી પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. પોલીસે આ અંગે ખુલાસો કર્યો છે કે, ૧૫ વર્ષથી પિતાના પરિણીતા સાથેના પ્રેમ સંબંધોથી કંટાળીને પુત્રએ લાકડીના ફટકા મારી પોતાની પિતાની પરણીત પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી.ધર્મેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ, જે ખંભાત તાલુકાના વત્રા ગામમાં ખેતી કરે છે, તેમની પત્ની સારીકાબેન અને બે બાળકો સાથે ગામમાં રહે છે. ગત શુક્રવાર સાંજે સારીકાબેન પાડોશીના ઘરે જઈને આવું છું કહીને નીકળ્યાં હતાં, પરંતુ લાંબા સમય પછી પણ પરત ન આવતાં પરિવારને ચિંતામાં મુકાવા લાગ્યું અને તેઓએ શોધખોળ શરૂ કરી. બીજા દિવસે શનિવારે સવારમાં ખોડીયા કુવા નજીક તમાકુના ખેતરમાં સારીકાબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી.ખંભાત રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આણંદ એલસીબી સાથે ત્રણ ટીમો બનાવીને ૧૫થી વધુ શકમંદોની પૂછપરછ કરી હતી. જેમાં વત્રા ગામના રણજીત પરમાર અને તેના પુત્ર સુનિલ રણજીત પરમારને પૂછપરછ કરી હતી. આકરી પૂછપરછ બાદ  સુનિલે કબૂલાત કરી હતી કે, મૃત્યું પામેલી સારીકાબેનનો પોતાના પિતા સાથે ૧૫ વર્ષથી સંબંધ હતો. રણજીત પરમાર સારીકાબેન પાછળ પૈસા વાપરતા હતા, જેના કારણે પરિવાર આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો.દરરોજ પિતાના પ્રેમ સંબંધોને લઈ ઘરમાં ઝઘડા થતા હતા. જેનાથી કંટાળી જઈને સુનિલે શુક્રવારે રાત્રે લાકડીના ફટકા મારી સારીકાબેનની હત્યા કરી અને લાશ તમાકુના ખેતરમાં ફેંકી દીધી. પોલીસે હત્યામાં વપરાયેલી લાકડી કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદના બાપુનગરમાં થોડા દિવસ પહેલા પતિએ જ પત્નીની હત્યા કરી નાંખી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા દંપતીના લગ્નને ચાર વર્ષ થયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોઈ પારિવારિક કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા પતિએ આવેશમાં આવી પત્નીના ગળા અને ડાબા હાથના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા ઝીંક્્યા હતા. ગંભીર ઈજાઓને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ ગભરાયેલા અથવા પસ્તાવો અનુભવતા પતિએ પણ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી