વિસાવદર પંથકમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો વિસાવદરના માંડવળ નજીક આવેલા મગફળી ખરીદી કેન્દ્ર પરનો છે, જ્યાં જૂનાગઢ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને તેમના કાર્યકરોએ એક શ્રમિક પર છુટ્ટા હાથે હુમલો કરી તેને માર માર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં માંડવળ નજીક મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત પાર્ટી કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા અને આક્ષેપો કરવા લાગ્યા હતા કે, અહીં મગફળી તોલાવવા માટે કામ કરતા શ્રમિકો ખેડૂતો પાસે ગેરકાયદેસર રૂપિયાની માગણી કરી છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.આમ મજૂરી ઉપરાંત વધારાના પૈસા મજૂરો માગી રહ્યા હોવાના આરોપો સાથે આપ કાર્યકર્તાઓએ બબાલ શરૂ કરી હતી. ભ્રષ્ટાચાર રોકવાનું કહી આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને તેમના સાથીદારો ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ એક શ્રમિકને પકડીને તેને લાફા ઝીંકી માર માર્યો હતો. જેથી સરકારી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે કેન્દ્ર પર અફરાતફરી મચી ગઈ હતી. જે સમગ્ર ઘટના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જાઈ શકાય છે.ખરીદી કેન્દ્ર પર હોબાળો વધતા સ્થાનિક વેપારીઓ અને અન્ય લોકો વચ્ચે પડ્યા હતા. વેપારીઓની મધ્યસ્થી અને દખલગીરી બાદ મામલો શાંત પડ્યો હતો. જાકે, નેતાઓ દ્વારા જાહેરમાં મજૂર પર હાથ ઉપાડવાની ઘટનાની લોકોમાં ભારે ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે જા શ્રમિક પૈસા માગતો હતો, તો તેની ફરિયાદ અધિકારી કે પોલીસને કરવી જાઈતી હતી, તેના બદલે જાહેરમાં માર મારવો એ દાદાગીરી છે, જેથી આ વાયરલ વીડિયો અંગે આગામી સમયમાં શું વળાંક આવશે તે જાવું રહ્યું.