ઈડી કેસમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે તેવી સંભાવનાઓ છે. ઈડી દ્વારા કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓને પણ સમન્સ પાઠવ્યાની ચર્ચાઓ છે. એસીબી કચેરી ખાતે અન્ય વ્યક્તિઓની પૂછપરછ માટે અટકાયત થયા હોવાની શક્્યતાઓ છે. બંધ બારણે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. બંધ બારણે મીટીંગ થતાં અનેક અટકળો ચાલી રહી છે. આવામાં મહિલા અધિકારીની એન્ટ્રી થઈ છે. એક મહિલા અધિકારીનું નામ સંડાવાયેલ હોવાનું સામે આવ્યુ છે.કલેકટર કચેરીમાં જમીન એન.એ. કરવા કૌભાંડ ઈડી રેડ મામલો હવે તૂલ પકડી રહ્યો છે. પહેલા જ સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ઈડીના સકંજામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં મહિલા અધિકારીની મુખ્ય ભૂમિકા છે. હવે ત્રણ કર્મચારીઓની તપાસ થાય તો મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે. મહિલા અધિકારીના બિલ્ડર અને રાજકીય વગદારો સાથે સંપર્ક હોવાનું પણ કહેવાય છે. તેમજ આ મહિલા અધિકારી પૂર્વ આઈપીએસ અધિકારીના નજીકના સગા હોવાનું પણ કહેવાય છે. આ કૌભાંડ ખૂલ્યા બાદ હવે મહિલા અધિકારી પોતાની બદલી ગાંધીનગરમાં કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ સૂત્રોનું કહેવું છે. આ મહિલા અધિકારી મોરીને ઓફર કરી હતીકે, રાતોરાત માપણી શીટ તૈયાર થઈ જશે. એનએની ફાઈલો મોકલો. સ્થાનિક સૂત્રોના મતે, માપણી શીટો તૈયાર કરવા માટે મોટી રકમના વ્યવહારો થયા છે. જમીન દફતર કચેરી પણ મોડી રાત સુધી ધમધમતી હતી. હાઇવેના ઢાબા-હોટલમાં બેસી બિલ્ડરો અને રાજકીય વગદારો સાથે ફાઈલોના ભાવ નક્કી કરવામાં આવતા હતાં. આ મહિલા અધિકારીએ ચાર ગણા પૈસા વસૂલીને માપણી શીટ તૈયાર કરી છે. મહિલા અધિકારીએ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં જુમીનો-મિલ્કતો વસાવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. દિલ્હીની સોલાર કંપની સ્થાપવા માટે ચંદ્રસિંહ મોરીએ ૪૨ લાખ રૂપિયાની લાંચ લીધી હોવાની ઇડીની પૂછપરછમાં બહાર આવ્યાની ચર્ચા ઊઠી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સ્ટાફને ઇડીએ તપાસ માટે સમન્સની બજવણી કરી છે. કલેક્ટર સહિત સામે અપ્રમાણસર મિલક્તના ગુનાની તપાસ એસીબીએ શરૂ કરી છે. લખતર તાલુકાના તલસાણા ગામે પણ સરકારી જમીન પર સોલર પ્લાન્ટ ખડીકી દીધાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોની જમીન પાણીના ભાવે દલાલોએ પડાવી લીધેલી હોય તેવો પણ આક્ષેપ કરાયો છે. જમીન એનએ કરવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કાળા હાથ કર્યા હોવાના પણ આક્ષેપ થયા છે. ગામ લોકોને કોઇ જાણ કર્યા વગર સોલર પ્લાન્ટ ખડકી દીધા છે. ૩૩૬૧ વિધા તલસાણા સીમમાં ૩૦૦ મેગાવોટ પ્લાન્ટ માટે જમીન મહેસુલ અધિનિયમની પ્રમાણે ૧૮૮૯ કલમ ૫૫ પ્રમાણે કોઇ શરતોનું પાલન કંપની ન કરતી હોવાનો આક્ષેપ કરાયો છે. ૨૦૦ વીઘા? સરકારી જમીન પર? પ્લાન્ટ ખડકી દીધા હોવાના આક્ષેપ કરાયો છે.








































