ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બે દિવસીય ગુજરાતમાં ડ્રગ્સઅભિયાન નહીં આ સામે જંગ, ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો. આ કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓએ ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન ક્રાઈમ કંટ્રોલ, કાયદો-વ્યવસ્થા, ટેકનોલોજી અને પોલીસિંગના નવીન અભિગમ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ માત્ર અભિયાન નથી પરંતુ એક જંગ છે. આ જંગ માત્ર યુવાનોને નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી બચાવવા માટે જરૂરી છે. ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ન ચલાવી શકાય તેવો સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો હતો.ડ્ઢિેખ્તજ સામેની લડતમાં ગુજરાત પોલીસ સખ્તાઈ અને કડકાઈથી કામગીરીનાયબ મુખ્યમંત્રીએ ડ્રગ્સ સામે કડક કાર્યવાહી માટે ગુજરાત પોલીસના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામેની લડતમાં ગુજરાત પોલીસ સખ્તાઈ અને કડકાઈથી કામ કરી રહી છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે.સંઘવીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં જિલ્લા એસપી અને પોલીસ કમિશનરે રજૂ કરેલા સંશોધનાત્મક પ્રેઝન્ટેશન્સમાં નવીન ટેકનોલોજી અને નવા અભિગમ જાવા મળ્યા છે. ટીમ વર્કથી થયેલા આ પ્રયાસો આગામી સમયમાં અન્ય જિલ્લાઓ અને શહેરોના નાગરિકોના હિતમાં મદદરૂપ થશે.નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના છેવાડાના વિસ્તારોમાં રહેતા ગરીબો, મહિલાઓ, વૃદ્ધો અને પીડિત નાગરિકો માટે ગુજરાત પોલીસ જ એકમાત્ર આધાર છે. નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી સાંભળીને ઝડપી કાર્યવાહી કરવાથી વિશ્વાસ મજબૂત બને છે. સામાન્ય નાગરિકોને સરળતાથી મળવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ શક્્ય બને છે.તેમણે જણાવ્યું કે, પોલીસ તંત્રમાં કર્મચારીઓને માત્ર રેન્કથી નહીં પરંતુ તેમના અનુભવ અને કુશળતાથી મૂલવવા જાઈએ. તેમની આવડતને પ્રોત્સાહન આપવાથી ટીમમાં આત્મીયતા વધે છે અને કામ કરવાની પ્રેરણા મળે છે.નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ અને સુરત પોલીસ કમિશનરને ડ્રગ્સ સામેની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ખાસ કરીને સુરતમાં તાજેતરમાં પકડાયેલા હાઇબ્રિડ ગાંજાના કેસનો ઉલ્લેખ કરતાજણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ની સરખામણીએ ડ્રગ્સ કેસોમાં મોટો વધારો થયો છે, જે પોલીસની સક્રિય કામગીરી દર્શાવે છે.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઐતિહાસિક કોન્ફરન્સ ગુજરાત પોલીસમાં હકારાત્મક પરિવર્તન લાવશે. વિવિધ એકમોમાં અમલમાં આવેલી બેસ્ટ પ્રેક્ટિસીસ રાજ્યની સુરક્ષા અને સલામતીને નવી દિશા આપશે.વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન વિશેષ કામગીરી બદલ રાજ્યના કુલ ૩૧ ઉચ્ચ પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ કેટેગરીમાં ઇન્વેસ્ટીગેશન, સ્પેશિયલ ઓપરેશન અને જીવન રક્ષા પદકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.










































